
સુરત (Surat):* ગુજરાતમાં ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતમાંથી એક ચોંકાવનારી અને ગર્વ લેવા જેવી કળા સામે આવી છે.સુરતના પટેલ મયંક દિનેશભાઈ નામના યુવકે માત્ર 6 મિલીમીટરની પેન્સિલની અણી પર ભગવાન શ્રી ગણેશની આબેહૂબ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ એટલી નાની છે કે તેને જોવા માટે લેન્સનો ઉપયોગ કરવો પડે છે. તેમણે આ કળા માટે લગભગ 48 કલાકની મહેનત કરી છે.મયંકનું કહેવું છે કે, “આ મારી ગણપતિ બાપા પ્રત્યેની ભક્તિ છે. હું દર વર્ષે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરું છું. આ વખતે મને વિચાર આવ્યો કે કેમ ન પેન્સિલ પર ગણેશજી બનાવું.”હાલ આ કલાકૃતિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સુરતના લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે આ નાનકડી મૂર્તિ જોવા આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા પણ તેમનું સન્માન કરે તેવી શક્યતા છે.*તમે આ નાની મૂર્તિ વિશે શું વિચારો છો? કોમેન્ટમાં જણાવો.*